Billboard ad 1150*250

મોરબીના સિરામિક ઉદ્યોગને ફરી ગેસ કંપનીથી નારાજગી, પ્રતિદિન ૫૦ લાખ પડાવતા હોવાનો આક્ષેપ

0 109
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

એમજીઓ લીમીટ ના વધારી, ૫૦ લાખની ચલાવે છે લૂંટ ?

        મોરબીના સિરામિક ઉદ્યોગને ગેસ કંપનીથી અનેક ફરિયાદો હોય અગાઉ પ્રેશર ડ્રોપની સમસ્યા હજુ હમણાં ઉકેલાઈ છે ત્યારે હવે સિરામિક ઉદ્યોગે ગેસ કંપની એમજીઓ લીમીટ વધારી નહિ દઈને સિરામિક ઉદ્યોગ પાસેથી એક્સ્ટ્રા ચાર્જ વસુલ કરી પ્રતિદિન ૫૦ લાખ રૂપિયા પડાવતી હોવાની ફરિયાદ સાથે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે

        મોરબીના સિરામિક ઉદ્યોગની જરૂરિયાત મુજબનો ગેસ સપ્લાય કરવાની ગેસ કંપનીએ આપેલી ખાતરી બાદ પીપળી રોડ પરની ગેસ સપ્લાયની સમસ્યાનું નિરાકરણ લાવવામાવ્યું હતું જોકે ગેસ કંપનીએ એમજીઓની મર્યાદા વધારી નથી અને નોન એમજીઓમાં ગેસ સપ્લાય કરીને રૂ ૫ વધારે વસુલીને સિરામિક ઉદ્યોગ પાસેથી પ્રતિદિન રૂ ૫૦ લાખ રૂપિયા પડાવાઇ રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અને ગેસ કંપનીની મનમાની સામે સિરામિક ઉદ્યોગમાં રોષ ફેલાયો છે અને એમજીઓ લીમીટ નહિ વધારાય તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવા સહિતના આંદોલનની પણ તૈયારી કરવામાં આવી રહી છે

    મોરબીના પીપડી રોડ સહિતના વિસ્તારમાં ઘણા ઉદ્યોગકારોને ગુજરાત ગેસ કંપની સાથે એમજીઓ કરાર કરીને સસ્તો ગેસ લેવો છે જેથી કરીને વારંવાર ગુજરાત ગેસ કંપનીમાં તેના માટે થઈને રજૂઆતો કરવામાં આવી રહી છે જોકે ગુજરાત ગેસ કંપની દ્વારા સિરામિક ઉદ્યોગકારોને એમજીઓ કરાર કરીને સસ્તો ગેસ દેવામાં આવતો નથી અને કેટલાકને નવા કનેકશન લેવા છે તો તે કનેકશન પણ આપવામાં આવતા નથી મોરબી સીરામિક એસો.ના પ્રમુખ સહિતના હોદેદારોની  ગત સાંજે ચાર વાગ્યે ગેસ કંપનીના અધિકારીની સાથે મિટિંગ હતી પરંતુ અધિકારી હાજર ન હોવાથી રાતના સાડા અગ્યાર વાગ્યા સુધી તમામ હોદેદારો અને કારખાનેદારોએ ગુજરાત ગેસ કંપનીની ઓફિસમાં બેઠા રહ્યા હતા

Comments
Loading...
Share This
WhatsApp chat