મોરબી સિરામિક એસો.ની સ્પેનમાં કેસ્ટેલોન ચેમ્બર ઓફ કોમર્સ સાથે મીટીંગ યોજાઈ

આજ રોજ સ્પેન નું સિરામીક સીટી કેસ્ટલોનમા કેસ્ટેલોન ચેમ્બર ઓફ કોમર્સ તેમજ એમ્બેસી ઓફ ઇન્ડીયા ના સંયુક્ત ઉપક્રમે વાયબરન્ટ સિરામીક એક્સપો ના પ્રમોસન તેમજ B2B ના મીટીગનુ આયોજન કરવામાં આવ્યું હતું.રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ રોડ શો મા સ્પેન ખાતે ના ભારતીય એમ્બેસેડર વેંકટેશ વર્મા તેમજ ચેમ્બર ઓફ કોમર્સ ના ઉપપ્રમુખ લીયોપોલ્ડ મોનફોર્ટ તેમજ મોરબી સિરામીક એશોસીએસન ના પ્રમુખ નિલેષ જેતપરીયા તેમજ કે.જી.કુંડારીયા અને વિશાલ આચાર્ય અને તેની ટીમ તેમજ મોરબીના જુદાજુદા ૧૧ ઉત્પાદકો હાજર રહ્યા હતા.તેમજ ભારતીય રાજદૂત તથા કેસ્ટલોન ચેમ્બર દ્વારા આ મિટીગ અને સફળ બનાવવા ત્યાના એકસપોર્ટર, ઇમ્પોર્ટર અને ટેકનોલીજી સપ્લાયર્સ ને વાયબરન્ટ માટે આમંત્રિત કરવામાં આવ્યા અને સ્પેન સિરામીક માર્કેટ મા તેમના ઘેર જઇ અને મોરબી નું પ્રમોસન કરી અને ભારતનું ગૌરવ વધારેલ ત્યારે આવતા વાયબરન્ટ સિરામીક એક્સપો મા ૩૦ થી વધુ વિજીટરો આ એકસીબીસન ની મુલાકાત લેશે

Comments
Loading...
WhatsApp chat