સિરામિક ઉદ્યોગપતિઓને એશો. પ્રમુખે આપી સોનેરી સલાહ

મોરબી સિરામિક એશો.ના પ્રમુખ નીલેશભાઈ જેતપરિયાએ સિરામિક ઉદ્યોગપતિઓને જાગૃત કરવા માટે સોશ્યલ મીડિયામાં મેસેજ ફરતો કર્યો છે જેમાં જણાવ્યું છે કે જીએસટીમાં તમામ જવાબદારીઓ કંપનીની જ રહેશે જેથી બે નંબરના બીલ કે વહીવટ કરવાથી બચવા અપીલ કરવામાં આવી છે. શંકાસ્પદ મટીરીયલ્સ કે વહીવટ માટે કંપનીના ગોડાઉનને છ માસ માટે સીલ કરવાનો નિયમ જીએસટીમાં છે જેથી ઉદ્યોગકારો ખોટી લાલચમાં ના ફસાઈ અને વેપારીઓને પણ બીલ વગરના માલ કે ખોટા વહીવટ કરવાની સ્પષ્ટ ના પાડીને કાયદેસર વેપારને પ્રોત્સાહન આપે તેમ જણાવવામાં આવ્યું છે. મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા દુનિયાના બીજા નંબરનું વોલ ટાઈલ્સનું ઉત્પાદન કરવામાં આવે છે જેથી વેપારીઓને તેમની પાસેથી જ માલ ખરીદવો પડશે તો સિંહનું કલેજું રાખીને વેપાર કરવા જણાવવામાં આવ્યું છે. અન્ય કોઈ ઉત્પાદકો તેમની સામે સ્પર્ધા કરી શકવા માટે સક્ષમ નથી જેથી દેશ અને દુનિયાના વેપારીઓ તેમની પાસેથી જ ટાઈલ્સ ખરીદવાના છે. સિરામિક એશો. બે નંબરના ધંધા બંધ કરવા માટે કટિબદ્ધ છે જેના માટે ટૂંક સમયમાં મીટીંગ રાખી પ્રોફેશનલ ટીમને સાથે રાખીને એકપણ બોકડ બીલ વગર ના નીકળે તેવી વ્યવસ્થા કરવા માટે કમિટી તેમજ પ્લાન તૈયાર કરવામાં આવશે.

Comments
Loading...
WhatsApp chat