સિરામિક એશો.ના બીલ વગર માલ ના વેચવાના અભિયાનને ટ્રાન્સપોર્ટરોનો ટેકો

કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી લાગુ કરવામાં આવ્યા બાદ મોરબી સિરામિક એસોસીએશને જીએસટીનો સહર્ષ સ્વીકાર કર્યો હતો તેની સાથે જ એકપણ બોક્સ બીલ વિના નહિ વેચવાનો મક્કમ નિર્ધાર કરવા એશો.ના સૌ સભ્યોએ સહમતી દાખવી હતી ત્યારે બીલ વગર માલનું વેચાણ અટકાવવા આજે મોરબી સિરામિક એશો. હોલ ખાતે એશો.ના સભ્યો અને ટ્રાન્સપોર્ટના સભ્યો સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં મોરબી સિરામિક એશો.ના પ્રમુખ કે.જી.કુંડારિયા, નીલેશભાઈ જેતપરિયા ઉપરાંત કારોબારી સભ્ય અને મોરબી તથા વાંકાનેરના ટ્રાન્સપોર્ટ એશો.ના સભ્યો હાજર રહ્યા હતા. સિરામિક એશો. દ્વારા કરવામાં આવેલા નિર્ણયની ટ્રાન્સપોર્ટરોને જાણ કરવામાં આવી હતી ત્યારે બીલ વગરના માલનું વેચાણ બંધ કરવાના નિર્ણયને ટ્રાન્સપોર્ટરોએ પણ આવકાર્યો હતો અને પૂરતા સહયોગની ખાતરી આપવામાં આવી હતી.

 

Comments
Loading...
WhatsApp chat