બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડડની મીટીંગમાં મોરબી સિરામિક એસો. ની રજુઆતને સફળતા મળી

આજરોજ દિલ્હી ખાતે બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડ ની મીટીંગ મા નવા સિરામીક ના ISI માર્ક ના સ્ટાન્ડર્ડ અમલમા આવ્યું અને તેની ફાયનલ મીટીંગ મા મોરબી સિરામીક એશોસીએસન વતી નિલેષભાઇ રાનસરીયા તેમજ એશોસીએસન ના ટેકનીકલ સલાહકાર જેરામભાઇ કાવર (નેશનલ સેરા લેબ ) હાજરી આપી હતી અને વિશેષ મા આ ત્રીજી મીટીંગ છે જેમાં આપણે રજૂઆત કરી અને સ્ટાન્ડર્ડ બદલાવડાવ્યુ કારણ કે અગાઉ ISI સ્ટાન્ડર્ડ એટલું બધુ હાર્ડ રાખેલ કે ભારતના કોઇ ઉત્પાદક તે લઇ ના શકે અને વિશ્વના બધા દેશો થી પણ તે કડક હતું અને તે પ્રમાણે કોઇ ઉત્પાદક ISI માર્ક લઇ ના શકે ત્યારે વિશ્વના બીજા દેશો ના અભ્યાસ ના અંતે આપણી રજૂઆત ને ધ્યાનમાં લઇ અને નવું સ્ટાન્ડર્ડ આવી જતા ભારતના ઉધોગકારો પણ હવે ISI કવાલીટી માર્ક લઇ શકશે આમ મોરબી સિરામીક એશોસીએસન ની રજૂઆત ને સફળતા મળી છે .

Comments
Loading...
WhatsApp chat