મોરબી : દાઉદી વ્હોરા સમાજના ઔલીયા મોલાઈ રાજા સાહેબના ઉર્ષ મુબારકની ઉજવણી

મોરબી શહેરમાં દાઉદી વ્હોરા સમાજના ઔલીયા મોલાઈ રાજા સાહેબના ઉર્ષ મુબારક તા. 5 ઓક્ટોબરથી તા. 7 ઓક્ટોબર સુધી ત્રણ દિવસ દરગાહ ખાતે ઉજવવામાં આવશે
મોરબીના મૌલાઈ રજા બિન મૌલાઈ દાઉદ (ક.રૂ.) ની શાનમાં સૈયદી સાદિકઅલી સાહેબની નસીહતની અમુક પંક્તિ નીચે મુજબ છે
“ આ દાઅવતુલ હકની જે ખિદમત કરી ગયા છે, જીવતા છે વો કબ્રમાં સર્વે અગર જે મરી ગયા છે”
“ જે શખ્શ બંદગીમાં ધસે જાતને તમામ, માથાને લોગ તેની કબ્ર પર ધસા કરે”
કાઠીયાવાસ (હાલનું સૌરાષ્ટ્ર) દરઅસલ જે ગુજરાતનો જ હિસ્સો છે જ્યાં મોઅમીનની આબાદી તકરીબન ૬૦૦ સાલથી છે મૌલાઈ રાજ બિન મૌલાઈ દાઉદ (ક.રૂ.) આપ ગુજરાત-પાટણથી મોરબી તશરીફ લાવ્યા ઈમાનની ખાતિર વતન મુકીને જાફર લઇનની ફીતનતમાં જમાનમાં મહમૂદશાની હકુમતના દિવસોમાં આ અવલીયા અને પાક બુઝુર્ગે તકલીફ ઉઠાવી દૌલતે ઈમાનીયા તેમજ દાઅવતના કિતાબોની હિફાઝતના વાસ્તે દુન્વયી હકુમત મુકીને કાઠીયાવાડમાં પધાર્યા એહમદબાદના મુલ્લા રાજ બિન મૌલાઈ હસન સાહેબે ફકીરી લિબાસ ઈખત્યાર કીધો એ જ મીસલ આ પાક અવલીયાએ બાદશાહી મૂકી, તકલીફ ઉઠાવીને કાઠીયાવાડમાં દાઅવતને કાયમ કીધી, મૌલાઈ રાજ અને આપના ફરઝંદ મૌલાઈ દાઉદ સાહેબ હિજરી સન ૮૩૫ (ઈ.સ.૧૪૧૪) માં યમનની ૧૮ માં દાઈ સૈયદના અલી શમશુંદીન બિન સૈયદી અબ્દુલ્લા ફખરૂદીન સાહેબ (રી.વા.) ના ઝમાનમાં મોરબી મુકામે તશરીફ લાવ્યા અને મોરબીને દારૂલ હિઝરત બનાવ્યું. આપના આવવાની સાથે કાઠીયાવાડમાં સૌ પહેલા મોરબીમાં ઈમાનની નિશાન બુલંદ થયા. મૌલાઈ રાજ સાહેબ મોરબીમાં પહેલા આમીલ કાયમ થયા તે જમાનામા હિન્દુસ્તાનમાં મૌલાઈ હસન બિન મૌલાઈ આદમ હિન્દુસ્તાનના વાલી હતા
મૌલાઈ રાજ સાહેબ વણાટનું કામકાજ કરતા હતા જેથી તેઓ જે મહોલ્લામાં રહેતા હતા તે મહોલ્લો વણકર શેરી ના નામથી ઓળખાતો, પરંતુ હાલ તે મૌલાઈ રાજ સ્ટ્રીટ નામથી મોરબીમાં પ્રસિદ્ધ છે અને આજે પણ આ શેરીમાં મૌલાઈ રાજ સાહેબનું ઘર તેમજ મૌલાઈ રાજ સાહેબની મસ્જીદ આવેલ છે અને એતિહાસિક કુવો પણ એ જ મસ્જીદમાં મોજુદ છે
મૌલાઈ રાજ સાહેબ ઝમાનના દાઈની મહોબ્બતના એખલાસથી મોઅમેનીનોને હિદાયત ફરમાવતા અને વણાટકામના વેપારમાંથી બચતી રકમ ગરીબોને સખાવત કરતા તેમજ વાજેબાત પણ બરાબર અદા કરતા હતા એટલું જ નહિ આપ કોઈ વખત નમાઝ કઝા (સમય ચૂકથી) પઢતા નહિ એક દીવસ આપ કાપડ વણવાના કામમાં મશગુલ હતા તેમાં એક બાલીશ (એક વેંત) જેટલું કામ બાકી હતું ટ્ડાઆઈઆઁ મગરીબનો સમય થવા આવ્યો આપે એમ ખ્યાલ કીધો કે થોડું બચેલું કામ પૂરું કરીને જ ઉઠું અને આપે તે પ્રમાણે અમલ કીધો ત્યારબાદ આપે નમાઝ પઢવા માટે મસ્જીદમાં પધારી વુઝું માટે પાણી લેવા કુવામાં બાલદી નાખી તો પહેલી વખત પાણીના બદલે હીરા-જવાહીર આવ્યા જેને આપે કુવામાં પાછા નાખી દીધા ત્યારબાદ પાણી માટે બીજી વાર બાલદી કુવામાં નાખી તો પાણીના બદલે દીનાર અને દિરહમથી ભરાઈને આવી અને કુવામાંથી ગેબી અવાઝ આવ્યો કે તમને દુનિયા જોઈએ છે ને ? તો આ દૌલત લઇ લો અને આપ આરામથી જિંદગી બસર કરો આપે તે વખતે કુવા પર બેસીને અને રોઈને પાક પરવરદિગાર પાસે તૌબા કરી માફી માંગી અરજ કરી કે એ પરવરદિગાર મને દુનિયાની કોઈ દોલતની જરૂર નથી મને તો ફક્ત તારી બંદગી કરવા, વુઝું માટે પાણી જોઈએ છે આટલું કહી આપે ફરી કુવામાં બાલદી નાખી અને બાદમાં પાણી આવ્યું અને આપે નમાઝ અદા કરી આ કિસ્સો ખુબ જ મશહુર છે અને કુવો પણ હાલ મૌજુદ છે
આ કુવાનું પાક પાણી પીને મોમેનીનો સવાબ હાંસિલ કરે છે અને બીમારીથી શિફા માટે આ પાણીનો ઉપયોગ કરે છે દુનિયાની દોલતને તુચ્છ ગણીને ઠુકરાવનાર આ અવલીયાની નાસલમાં નદો દોઆતે કીરામ થયા અને દીની દૌલતથી માઅબુદે આપને માલામાલ કરી દીધા જે કયામતના દિવસ સુધી ચમકતા રહેશે અને ગુજરાત સરકારે શહેરી વિકાસ વર્ષ ૨૦૦૫ ના અન્વયે હેરીટેજ વોકમાં સમાવેશ કરેલ છે જે જગ્યાને ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિકતાને ધ્યાનમાં લઈને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા અને ખુશ્બુ ગુજરાત કી માં સમાવવા પણ આદેશ કરેલ છે
મૌલાઈ રાજા સાહેબ હિજરી માસ રબીઉલ અવ્વ્લની ૨૩ તારીખે વફાત થયા આ દિવસે આપનો ઉર્ષ મુબારક દર સાલ ઉજવાય છે એ પરવર દિગાર મૌલાઈ રાજા સાહેબની બંદગીની વસીલાથી તેમના મઝર મુબારકને બુલંદ કરજે અને પંજેતન પાક (અ.સ.) તથા દાઈઝજમાન આલીકદર સૈયદના મુફદદ્લ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.) ના વસીલાથી તમામ મોઅમેનીન મોઅમીનાતના ઈમાન અને યકીનને દીની ઇસ્લામ પર બાકી રાખજે

Comments
Loading...
WhatsApp chat