Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં 50 વર્ષની ઉજવણી કરતું શ્રી ભવાની ગરબી મંડળ, video

ભાવનગરની પ્રખ્યાત રાસ મંડળીના કાર્યક્રમો ભજવાયા

મોરબીમાં ઠેર ઠેર પ્રાચીન ગરબીઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને રાસ ગરબાની રમઝટ જામી છે ત્યારે શહેરના ભવાની ચોકમાં આયોજિત શ્રી ભવાની ગરબી મંડળ 50 માં વર્ષની ધામધૂમથી ઉજવણી કરી રહ્યું છે પ્રાચીન ગરબી નું મહત્વ આજે ભવાની ચોકમાં ઉમટેલી ભીડને જોઈને સમજી શકાય છે તો 50 માં વર્ષની ઉજવણી સંદર્ભે વિવિધ કાર્યક્રમો ઉજવવામાં આવી રહયા છે

જેમાં આજે ભાવનગરની રાસ મંડળીએ રાધા કૃષ્ણ નૃત્ય ઉપરાંત મહિષાસુર વધ નાટકો ભજવીને મનોરંજન પૂરું પાડ્યું હતું એક તરફ અર્વાચીન રાસ ગરબાનો ક્રેઝ યુવાનોમાં જોવા મળે છે ત્યારે ભવાની ચોકની ગરબીનું આયોજન કરતી ચોથી પેઢી ગરબીનું મહત્વ અકબંધ રાખવા જહેમત ઉઠાવી રહયા છે અને પ્રાચીન ગરબીની પરંપરા જાળવી રાખવાનો સંકલ્પ સાથે આયોજન કરતા હોવાનું જણાવ્યું હતું

Comments
Loading...
WhatsApp chat