મોરબી : કેટિંરીગ એસોની ફૂડ એન્ડ સેફટી આહાર લાયસન્સ માટેની મીટીંગ યોજાઈ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

શહેરમા કેટરીંગ એસોસિએશનની ફૂડ એન્ડ સેફ્ટી આહાર લાયસન્સ મેળવવા માટેનું આયોજન કર્યું હતું. જેમાં ૩૫ થી ૪૦ સભ્યોએ ફૂડ લાઇસન્સ મેળવવા માટે રસ દાખવ્યો હતો, આ મિટિંગમાં સરકાર તરફથી ડેઝિગ્નેટેડ ઓફિસર હર્ષાબેન બી. પટેલ તથા ફૂડ સેફટી ઓફિસર નાઢા સાહેબ તથા સી.કે. નિમાવત સાહેબ હાજર રહ્યા હતા. અને દરેક સભ્યોના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. આ સાથે જ ત્યાં વ્યવસ્થિત રીતે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

આ મીટીંગ નું આયોજન મોરબી કેટિંરીગ એસોસિએશનના પ્રમુખ વિનોદભાઇ લખતરીયા, સેક્રેટરી રાજેશભાઈ આડેસરા, જયેશભાઈ મકવાણા, કમલેશભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, રાજેશભાઈ કણઝારીયા, ધીરુભાઈ પરમાર, દિનેશભાઈ પટેલ તથા સંજય કેટરેસ વાળા સંજયભાઈ શેઠ એ ખૂબ જ સફળતાપૂર્વક આયોજન પાર પાડ્યું હતું. મિટિંગનું આયોજન હરભોલે હોલ ખાતે રાખવામાં આવ્યું હતું તથા સંજયભાઈ શેઠની યાદીમાં જણાવવાનું કે મોરબી કેટરીંગ અસોસિએશન માં દરેક કેટગરીમાં કામ કરતા મિત્રો ને તાત્કાલિક નામ નોંધાવીને આવી પ્રવૃત્તિઓનું લાભ લેવા વિનંતી કરી હતી.

Comments
Loading...
WhatsApp chat