મોરબીમાં વિદેશી દારૂ સાથે ૨ ઝડપાયા : જુગાર રમતા ૩ ઝડપાયા

મોરબીમાં વિદેશી દારૂ સાથે ૨ ઝડપાયા

મોરબી-માળિયા નેશનલ હાઈવે પરથી હીરો હોન્ડા જીજે ૩૬ ઈ ૪૧૫૨ પર નીકળેલા મોહમદહુશેન હમીરભાઈ કુક્ક્ડ રહે.મદીના સો.,વિસીપરા અને ચિરાગ ઉર્ફે લાલો નવીનચંદ્ર શાહ રહે.યમુનાનગર વાળાને મોરબી તાલુકા પોલીસે લક્ષ્મીનગર ગામના પાટિયા પાસે રોકી તેની તલાસી લેતા તેની પાસેથી ૨૩ નંગ વિદેશી દારૂની બોટલ કિમત ૬૯૦૦.ચપલા ૨૪ નંગ કિમત ૨૪૦૦ અને મો.સા. કિમત ૩૫૦૦૦ એમ કુલ મળીને ૪૪૩૦૦ના મુદામાલ સાથે બન્ને આરોપીઓને જડપી લીધા છે.

 

મોરબીમાં ઇન્દિરાનગરમાં જાહેરમાં જુગાર રમતા ૩ ઝડપાયા

મોરબીમાં સામાકાંઠે આવેલ ઇન્દીરાનગરનાં ખોડીયાર માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમી રહેલા મેહુલ ઉર્ફે પીન્ટુ હસમુખભાઈ કોળી,દિલીપ વિનુભાઈ વણકર,રમેશ બાબુભાઈ કોળીને ૩૩૦૦ની રોકડ રકમ સાથે ઝડપી મોરબી બી.ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Comments
Loading...
WhatsApp chat