મોરબીમાં વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન

દીપ હોમીયો કલીનીક તથા ઇન્ડિયન લાયન્સ કલબ 18માં વર્ષની કરશે ઉજવણી

ઇન્ડિયન લાયન્સ કલબ મોરબી તથા દીપ હોમીયો ક્લિનિકના સંયુકત ઉપક્રમે તા. 10થી 25 જૂન સુધી ની:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે. ડો. નિલેશભાઈ ગામીએ જણાવ્યું હતું કે, દીપ ક્લિનિકનો 18માં વર્ષમાં પ્રવેશ થાય છે. ક્લિનિકમાં દર્દીને ઉત્તમ સુવિધા આપવામાં આવી છે અને સારી સગવડ પણ કરી આપી છે. ખાસ કેમ્પની પૂર્ણાહુતિ પહેલા ચોથી જાગીર એવા પત્રકારોને તા.24 અને 25મીએ બેદીવસ વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે. રોગ નિદાન કેમ્પમાં વા, સંધિવા, સાયટીકા, ડોક દર્દ, પીઠ દર્દ, કમર દર્દ, મણકા કે ગાદી ખસવી, ગોઠણ, એડી દર્દ, માથાનો દુઃખાવો વગેરે દુખાવામાં સારવાર મળશે. તેમજ દવા અને ટ્રીટમેન્ટ માં 25 ટકા ડિસ્કાઉન્ટ પણ અપાશે. રામચોક ખાતે આવેલી કલીનીક સવારે 9થી 1 અને સાંજે 4થી 7 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. તેમ ભાવેશભાઈ દોશી, ઘનશ્યામભાઈ અઘારા, હર્ષદભાઈ ગામી અને ડો. નિલેશભાઈ ગામીએ જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat