મોરબીના ઉધોગપતિએ સિરામિક એકમમાં પ્રદૂષણ રોકવા કરી નવી પહેલ

મોરબીમાં એક ઉધોગપતિએ સરાહનીય કામગીરી કરી છે. વિશ્વ પર્યાવરણ દિવસે એડમીન વિટ્રીફાઇડ અરવિંદભાઈ પટેલ દ્વારા બેલા ગામે હનુમાનજી મંદીર પાછળ ૧૦૦ વૃક્ષો વાવી ને ઉજવણી કરી હતી.અરવિંદભાઈને વ્રુક્ષો વાવનો શોખ છે તેમજ તેને પોતાના નવા બનતા સિરામિક એકમમાં લીમડો અને વડ જેવા વ્રુક્ષોનુ વાવેતર કરીને પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.તેમજ અરવિંદભાઈએ  જણાવ્યું હતું કે સિરામિક એકમમાં વ્રુક્ષો વાવવાથી પ્રદૂષણ અટકાવી શકાય છે તથા આ વ્રુક્ષોની માવજત કરવામાં માટે ૩ વ્યક્તિઓ રાખવામાં આવ્યા છે.વધુમાં જણાવતા કહ્યું હતું કે હજુ આગળ પણ વધુ પ્રમાણમાં વ્રુક્ષો વાવવાનું આયોજન છે.

Comments
Loading...
WhatsApp chat