મોરબી ઉદ્યોગપતિ ખંડણી પ્રકરણમાં આરોપીના વોઈસ ટેસ્ટ કરાવ્યા

ફરિયાદી અને આરોપીના વોઈસ ટેસ્ટ કરી પુરાવા મજબુત બનાવ્યા

વાંકાનેરના ઉદ્યોગપતિને એક કરોડની ખંડણી મામલે કાર આગળ વિસ્ફોટ કરી ફોન પર ધમકી આપવા મામલે એસઓજી ટીમે બંને આરોપીને ઝડપી લીધા બાદ રિમાન્ડ દરમિયાન આજે આરોપી અને ફરિયાદીના વોઈસ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને પુરાવાને વધુ મજબુત બનાવવામાં આવ્યા છે.

મોરબીમાં રહેતા પ્રવીણભાઈ વલ્લભભાઈ પટેલ નામના ઉદ્યોગપતિને દોઢ માસ પૂર્વે કાર નજીક વિસ્ફોટક પદાર્થ ફૂટ્યો હતો અને બાદમાં તેણે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી જે ફરિયાદ બાદ એસઓજી ટીમે બંને આરોપી આરોપી હિતેશ જસમત ગામી (ઊવ ૩૬) અને ઘનશ્યામભાઈ કચરાભાઈ વરમોરા (ઊવ ૪૩) રહે. બંને નવી પીપળી ગામ વાળાને મોરબી માળિયા ચાર રસ્તા નવા બનેલ પુલ પાસેથી ઝડપી લઈને મોટરસાયકલ જીજે ૦૩ સીજે ૯૪૨૧ કીમત ૧૫ હજાર અને બે મોબાઈલ કીમત ૧૦ હજાર રૂપિયા સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો

અને આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજુર થતા ખંડણી માટે જે મોબાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો તે કારખાના નજીક અવાવરૂ જગ્યાએથી રીકવર કરવામાં એસઓજી ટીમને સફળતા મળી હતી અને વિસ્ફોટક પદાર્થના વાયર પણ કબજે લેવાયા હતા ત્યારે વધુ પૂછપરછ દરમિયાન આરોપીના રહેણાંક મકાન રવાપર રોડ પરના વોકળામાંથી ૧૨ ઈલેક્ટ્રોનિક ડેટોનેટર અને ૦૪ અન્ય ડેટોનેટર કબજે લેવાયા હતા તો આજે આરોપીના રાજકોટમાં વોઈસ ટેસ્ટ કરવામાં આવ્યા હતા ફોન પર ખંડણી માટે ધમકી આપવામાં આવી હતી જેથી ફરિયાદી અને આરોપીના વોઈસ ટેસ્ટ કરીને પુરાવા વધુ મજબુત બનાવી આરોપીના ફરતે કાનૂની ગાળિયો વધુ મજબુત બનાવાયો છે. .

Comments
Loading...
WhatsApp chat