મોરબી : કચરો નાખવા બાબતે બધડાટી, સામસામી ફરિયાદ

                                                                                                                                  મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં કચરો નાખવા બાબતે પડોશીઓ વચ્ચે બઘડાટી બોલી હતી જેમાં મારામારી બાદ સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે

                                                                                                                                 મોરબીના સો ઓરડી વિસ્તારમાં ઉમિયાનગરના રહેવાસી મોહન મુલજી રાઠોડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી વિનોદ બાબુ ભરવાડ અને તેના પિતા બાબુભાઈ ભરવાડ ફરિયાદી પર કચરો નાખ્યો હોય જેની ના કહેતા ઉશ્કેરાઈ ગાઈને પિતા-પુત્રએ તેને માર મારી ઈજા પહોંચાડી છે

                                                                                                                              જયારે સામાપક્ષે ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદી વિનોદ બાબુ ભરવાડે ફરિયાદ નોંધાવી છે કે આરોપી દિનેશ મુલજી રાઠોડ, દિનેશના પિતા મુળજીભાઈ રાઠોડ, માતા મોંઘીબેન અને એક અજાણ્યો ઇસમ એમ ચાર મળીને ફરિયાદીના પિતા કચરા બાબતે સમજાવવા ગયા હોય ત્યારે ચારેય લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી છે બી ડીવીઝન પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat