Billboard ad 1150*250

મોરબી : જીલ્લા પંચાયતના તત્કાલીન કારોબારી ચેરમેન સામે લાંચનો ગુન્હો નોંધાયો

0 294
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

અઢી વર્ષ પૂર્વે 3 લાખની લાંચ માંગવાના કેસમાં ફરિયાદ

        મોરબી જીલ્લા પંચાયતના હાલના પ્રમુખ અને જે તે વખતે કારોબારી અધ્યક્ષ તરીકે કાર્યરત કોંગ્રેસ નેતા સામે એસીબી ટીમે લાંચ માંગવાના કેસમાં ગુન્હો દાખલ કર્યો છે જેથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેર એસીબી પીઆઈ એચ એસ આચાર્યએ ફરિયાદી બનીનીએ ફરિયાદ નોંધાવી છે કે તત્કાલીન કારોબારી સમિતિના અધ્યક્ષ અને હાલના જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ પ્રેમજીભાઈ ચીખલીયા રહે વ્રજવાટિકા સોસાયટી, રવાપર રોડ મોરબી વાળાએ તા. ૦૬-૦૪-૨૦૧૭ ના રોજ બિનખેતી જમીન માટે 3 લાખની લાંચની માંગ કરી હતી જેમાં ફરિયાદમાં જણાવ્યા અનુસાર રાજકોટના રહેવાસીની માલિકીની વાંકાનેર મકતાનપર ગામની સર્વે નં.૪૦ ની ખેતીની કુલ ૨૯૫૪૨-૦૦ ચો.મી.પૈકી ૧૯૫૨૬-૦૦ ચો.મી. જમીન પથ્થરો કાઢવા માટે આ જમીન બિનખેતી કરાવવા સારૂ જીલ્લા પંચાયત કચેરી, મોરબી ખાતે અરજી પ્રકરણ મુકેલ. જે જમીન બિનખેતી કરી આપવાની અવેજ પેટે તે વખતના કારોબારી અધ્યક્ષ કિશોરભાઇ પ્રેમજીભાઇ ચીખલીયાએ પોતાની પદાધિકારી તરીકેના હોદા અને સત્તાનો દુરુપયોગ કરીને તેમની ખેતીની જમીન બિનખેતી કરી આપવાની અવેજ પેટે ૧ ચો.મી.ના રૂા.૧૫/- લેખે (પંદર લેખે) રૂા.૨,૯૨,૮૯૦/- નો હિસાબ ગણી લગભગ રૂ ૩,૦૦,૦૦૦/- (ત્રણ લાખ) ની રકમની લાંચની માંગણી ટેલીફોનીક વાતચીત દરમ્યાન કરી હતી જેને પગલે એસીબી ટીમે લાંચ માંગવા અંગે ગુન્હો નોંધ્યો છે જે અંગે રાજકોટ એસીબી મદદનીશ નિયામકના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ મોરબી એસીબી પીઆઈ એમ બી જાની ચલાવી રહ્યા છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat