મોરબી: લાલપર પાવર હાઉસ પાસે બોલેરોએ રાહદારી વૃદ્ધને અડફેટે લીધા 

 

 

મોરબી તાલુકામાં લાલપર પાવર હાઉસ પાસે બેફામ ગતિએ આવતી બોલેરોએ રાહદારી વૃદ્ધને અડફેટે લીધા હતા. જેને પગલે વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સમગ્ર મામલે તેમના પુત્રએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે.

 

જેમાં ફરિયાદી જયદિપભાઇ મનુભાઇ ગલચરે જણાવ્યુ હતું કે,તેમના પિતા  મનુભાઇ ગઇ તા-૧૭/૧૧/૨૦૨૨ ના બપોરના સાડા બારેક વાગ્યાની આસપાસ જમીને લાલપર પાવર હાઉસની ઓફીસે ચાલીને જતા હતા ત્યારે જી.ઇ.બી પાવર હાઉસની સામે સર્વિસ રોડ ઉપર પહોચતા જાબુડીયા ગામ તરફથી એક બોલેરો રજી નંબર-જી-જે-૩૬-ટી-૯૫૭૮ વાળીના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી મનુભાઇ સાથે આકસ્માત સર્જ્યો હતો. જેમાં મનુભાઇને કમરના ભાગે તથા જમણી બાજુ પાસળીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે આરોપી બોલેરો ચાલક અકસ્માત્ સર્જીને નાસી ગયો હતો.  આ ફરિયાદીના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

Comments
Loading...
WhatsApp chat