

હાલ ઈન્ટરનેટનો યુગ ચાલી રહ્યો છે ત્યારે નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ પણ ઈન્ટરનેટના ઉપયોગ કરતા થયા છે.તેમજ બાળકોની સાથે સાથે યુવાનો અને વૃધ્ધો પણ નવરાશની પળોમાં ઈન્ટરનેટ પર ગેમ રમતા હોય છે પરંતુ તાજેતરમાં જ જાણવા મળ્યું છે કે ઈન્ટરનેટ પર બ્લુ વેલ નામની ગેમ આવી છે જે અત્યંત ખતરનાક સાબિત થય છે અને તેનો પ્રભાવ સૌથી વધારે તીન એજર એટલે કે ૧૧-૧૯ વયના બાળકો પર પડે છે અને આ ગેમ તેના અંતિમ ચરણમાં આપધાત કરવા મજબુર કરે છે તેટલી ભયાનક છે.જેથી કરીને વાલીઓએ તેના બાળકોએ આ ગેમથી સાવચેત રાખવા.આ ગેમ વિષે અન્ય ને પણ જાગૃત કરવા જેથી કરીને કોઈ વ્યક્તિ ક બાળક આ ગેમનો ભોગ ન બને.
રશિયા માં આ ગેઇમ રમતા ૧૩૦ ટીન એજરો એ આપઘાત કરી મરી ગયા છે. આ નેટ પર રમાતી ગેઇમ માં એવુ તે શું છે કે કિશોર કિશોરીઓ આપઘાત કરે છે ? તો જાણો આ ગેમ વિષે અને તમારા બાળકોને સલામત રાખો
1 : આ રમત નેટ પરથી રમાય છે ઓનલાઇન.પ્લે સ્ટોર પર થી ઇન્સ્ટોલ નથી થાતી… પરંતુ બ્લ્યુ ટુથ કે પછી ઈમેઈલ દ્વારા ક્યાંક થી મોકલી રહી છે.
2 : આ ગેઇમ માત્ર ટીન એજરો જ જન્મ તારીખ ની ખરાઇ કર્યા પછી રજીસ્ટર કરે છે. તેમાં પચાસ દિવસ ની મુદત હોય છે. દરરોજ જુદી જુદી ચેલેન્જ કહેવા માં આવે છે… વહેલી સવારે ૪.૨૦ કલાકે ઉઠી જવું… શરીર નાં કોઇપણ ભાગ પર વ્હેલ નું ચિત્ર દોરી છુંદણુ કરવું… છાપરા પર કે છત પર ચઢવું… ઉંચી જગ્યાએથી ભુસકો મારવો… હોરર ફિલ્મ જોવી… વિગેરે વિગેરે…
3 : જો રજીસ્ટર કરનાર ગેઇમ છોડવા માટે કહે તો તેમ કરે તો એડમીન તેના ઘર પરિવાર ને નુકશાન પહોંચાડશે તેવી ધમકી આપવામાં આવે છે…
4 : છેલ્લે પચાસમેં દિવસે અમુક ને આપઘાત કરવા સુચના અપાય છે… કેવી રીતે કરવો એ પણ જણાવવામાં આવે છે….
દરેક પેરન્ટ્સે હવે આ બાબતે પોતાના બાળક ની વોચ રાખવી જરુરી થઇ ગઇ છે… તેની વર્તણુક અને તે શું કરી રહ્યો છે તે જાણવું જરુરી થઇ ગયું છે. ચેતતા નર સદા સુખી.