



રવિવારે મોરબી જિલ્લાની વિધાનસભા બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવા સેન્સ પ્રક્રિયા હાથ ધરતા વાંકાનેર-કુવાડવા બેઠક માટે ડઝનબંધ દાવેદારોએ પોતાના ટેકેદારો સાથે હાજર રહી નિરિક્ષકો સમક્ષ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું.તેમાંના વાંકાનેર-કુવાડવા વિધાનસભા ની બેઠક પર ના સક્ષમ દાવેદાર ગણાતા જીતુભાઇ સોમાણી એ પણ દાવેદારી નોંધાવી હતી.રવિવારે સવારે વાંકાનેર સ્થિત લોહાણા મહાજન સમાજ ની વાડીએ થી બધા સમર્થકો એક સાથે ભેગા થઈ ને આશરે ૧૦૦ થી પણ વધુ ગાડીઓ ના કાફલા સાથે મોરબી દાવેદારી નોંધાવા ગયા હતા તેમજ જીતુભાઇ સોમાણી ના સમર્થન માં પ્રચંડ જનમેદની ઊમટી હતી અને જીતુભાઇ સોમાણી ને વાંકાનેર ૬૭ વિધાનસભા ની બેઠક પર થી ટિકિટ મળે એવી નિરક્ષકો સમક્ષ માંગણી કરવામાં આવી હતી.મોરબી નજીક ભાજપા ના નિરીક્ષકો સમક્ષ સેન્સ આપવા સમયે વાંકાનેર શહેર અને પંથક માંથી 1500 લોકો સમાજની દરેક જ્ઞાતિના આગેવાનો એ સ્વયંભૂ પોતાનું સમર્થન જીતુભાઇ ને આપ્યું હતું.

