



ગુજરાતમાં આગામી વિધાનસભાની ચુંટણી રોમાંચક રહેશે.વિવિધ પાર્ટીઓ તેની પૂર્વ તૈયારીઓ કરી રહી છે.તાજેતરમાં ભાજપના નેતાઓએ યુવા મોરચાની કારોબારીની રચના કરી છે.આ અંગે ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે,ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતું વાધાણી,યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો.ઋત્વિજ પટેલ અને કાર્યકરોની બેઠક મળી હતી.જેમાં યુવા મોરચાના પ્રદેશ કારોબારીની રચના થતા સભ્યોની નિમણુક કરી છે.મોરબી જીલ્લમાં પ્રદેશ કારોબારી સભ્ય તરીકે જયેશ પટેલ,હસમુખ સોરીયા,અને પ્રદેશ આમંત્રિત સભ્ય તરીકે જયરાજસિંહ જાડેજા,રમતગમતના વિભાગમાં સાગર સદાતીયાની નિમણુક થઇ છે.

