” મા નર્મદા મહોત્સવ યાત્રા” મોરબી જિલ્લામાં ક્યારે નીકળશે જાણો?

માતા રેવા તારા નિર્મળ નિર્મળ પાણી…’ નર્મદા નદીને પ્રાચીન કાળથી માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગુજરાતમાં ઠેર ઠેર જિલ્લામાં પાણી પહોંચાડવા ભાજપે મા નર્મદા મહોત્સવ યાત્રા કાઢવાનું આયોજન કર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નની પૂરતી સમાન નર્મદા નદી પર બંધ બંધાવ્યા બાદ આ સ્વ્પ્નને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંપન્ન કરવામાં આવ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ગુજરાતની પ્રજાને પીવાના પાણી ઉપરાંત ખેડૂતોની ખેતીમાં પણ હરિયાળી લાવશે. હાલમાં નર્મદા ડેમ ભરાઈ જતા વડાપ્રધાને દરવાજા બંધ કરવાની મંજૂરી પણ આપી દીધી છે. જેના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દરવાજા બંધ કરવાની કાર્યવાહી પણ આરંભી છે. આ કાર્યને લોકો સુધી પહોંચાડવા માટે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં આગામી 20થી 5 ઓગસ્ટ દરમિયાન યાત્રા યોજાશે. યાત્રાને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા પ્રમુખ રાઘવજી ગડારા, વિજયભાઈ સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat