


મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ જણાવ્યું છે કે જિલ્લામાં અતિવૃષ્ટિની કુદરતી આફતમાં ભાજપ માનવીય ફરજ બજાવી લોકોને ઉપયોગી થવા મોરબી ખાતે કંટ્રોલ રૂમ ખોલેલ છે. જેના ઇન્ચાર્જની જવાબદારી અગ્રણી વિજયભાઈ અને જ્યોતીસિંહ જાડેજા સંભાળશે. જેનું કાર્યાલય જલારામ મંદિર સામે ભાજપ કાર્યાલય ખાતે કાર્યરત રહેશે. આ કંટ્રોલ રૂમનો સંપર્ક નંબર:૯૦૯૯૯ ૬૬૧૨૪ રહેશે. આથી અસરગ્રસ્તોને મદદ માટે ઉર્પયુક્ત સરનામે સંપર્ક કરવા અનુરોધ છે.