Billboard ad 1150*250

મોરબી : યુવાનને બચકું ભરી લીધું, સમજાવવા ગયેલા વડીલો સાથે મારામારી

0 612
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીના રવાપર ચોકડી પાસે સગાઓ વચ્ચે નજીવી બાબતે ઝઘડો થતા યુવાનને ઈજા પહોંચાડી હતી અને બાદમાં સમજાવવા ગયેલા વડીલોને પણ માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે

        મોરબીના શનાળા બાયપાસ પાસે રહેતા જયેશભાઈ ઠાકરશીભાઈ કાસુન્દ્રાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ભત્રીજા સચિન મુકેશ કાસુન્દ્રાને રવાપર ચોકડી પાસે ખોટી શંકા રાખી વૈભવ રસિક પનારા રહે ખોડીયારનગર વાળાએ ખોટી શંકા રાખી પેટના ભાગે બચકું ભરી લેતા લોહી નીકળ્યું હતું અને બનાવની વાત યુવાને તેના પિતા મુકેશભાઈ કાસુન્દ્ર્રાને કરતા ફરિયાદી જયેશભાઈ, તેનો ભાઈ મુકેશ અને ભત્રીજા સચિન તેમજ અન્ય ભત્રીજો વિવેક બધા વૈભવ રસિકભાઈને સમજાવવા ગયા હતા ત્યારે હાજર રસિકભાઈ લખમણભાઈ તેમજ સંજય રસિકભાઈએ બોલાચાલી કરીને અમારી છોકરીના ચાળા કરો છો તેવા બહાના બનાવીને માર મારી ધમકી આપી હતી પોલીસે આરોપી રસિક લખમણ, સંજય રસિક અને વૈભવ રસિક એમ ત્રણ આરોપી સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat