



મોરબીમાં બાઈક ચોરો બેફામ બન્યા છે. તાજેતરમાં કુબેર ટોકીઝ સામેથી સરાજાહેર બાઈકની ચોરી થયાની ઘટના સામે આવી છે, જેને પગલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ દાખલ થવા પામી છે.
જેમાં ફરિયાદી સંજયભાઇ રમેશભાઇ વણોલએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે બેર ટોકીઝ સામે, સુફીયાન ગેરેજની બાજુમા આવેલ ઇન્ડાની લારીની બાજુમાથી, નેશનલ હાઇવે મોરબી-૨ પાસે રૂપીયા-૨૦,૦૦૦/ ની કિંમતનું તેનું બાઇક હિરો કપનીનુ સ્પેલન્ડર પ્લસ મો.સા રજી નંબર- જી.જે.૩૬.ક્યુ.૧૦૪૮ એંજીન નં. HA10AGK5J22732 ચેચીસ નં. MBLHAW094K5J09827 પાર્ક કર્યું હતું. જેની સરાજાહેર ચોરી થઈ છે.
હાલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આઈ.પી.સી.કલમ-૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

