



પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભજન, ભક્તિ અને પુણ્યના કાર્યો થતા હોય છે. આજ મહિનાની પૂનમ એટલે કે બળેવના દિવસે ભૂદેવો જનોઈ ધારણ કરતા હોય છે, પરંતુ ચાલુ માસે ગ્રહણ હોવાને લીધે જનોઈ વિધીમા ફેરફાર થયો છે. બળેવના દિવસે ગ્રહણ હોવાથી ભૂદેવોએ આજ રોજ મોરબી વાંકાનેર દરવાજા બહાર બાલમંદિર સામે ઔ.સ.બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના આચાર્ય વિપુલભાઇ શુક્લના અધ્યક્ષ સ્થાને જનોઇવિધિ કરીને નવી જનોઈ ધારણ કરી છે.

