કુંવારી માતાએ પાપ છુપાવવા ભ્રુણ ત્યજી દીધાનો ખુલાસો

મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં ગુરુવારે કચરામાં પડેલા બાળ ભ્રુણ મળી આવ્યા બાદ આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આ મામલે તપાસ ચલાવી હતી જેમાં કુંવારી માતાએ બાળકને જન્મ આપ્યા બાદ પોતાનું પાપ છુપાવવા માટે ભ્રુણને ત્યજી દીધાનું ખુલ્યું છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં મળેલા ભ્રુણ મામલે યોગેશ ગંગારામ અગેચણીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી સવિતા સકનાભાઈ અંગાર આદિવાસી મહિલા મૂળ મધ્યપ્રદેશની રહેવાસી હોય તેમજ છેલ્લા થોડા સમયથી તેની ઓરડીમાં ભાડે રહીને મજુરી કામ કરતી હોય જે સવિતા નામની કુંવારી મહિલાએ બાળકને જન્મ આપ્યો હોય અને ત્યારબાદ બદનામીના ડરથી તેને વહેલી સવારે પોતાના બાળકને કચરામાં ફેંકી ત્યજી દીધું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદને આધારે મહિલા સામે ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat