

હળવદમાં તા.૧૩ના રોજ થયેલ જૂથ અથડામણ મામલે આજ રોજ માલધારી વિકાસ સંગઠન દ્વારા મોરબી જીલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.જેમાં જણાવ્યું હતું કે હળવદમાં થયેલી જૂથ અથડામણના પાંચ દિવસ પૂર્વે ક્ષત્રીય સમાજની વ્યક્તિનું ખૂન કહેવાતા ભરવાડ સમાજ દ્વારા કરાયાની વિગત બહાર આવી હતી અને બનાવ પછી બેસણું રાખવામાં આવેલ જેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજપૂત સમાજ મોટી સંખ્યામાં વાહનો લઈને આવ્યા હતા. આ તમામ વાહનો પર નામ સાથે સીરીયલ નંબર લગાવેલ તથા વાહનોમાં તલવાર, હોકી, ધોકા જેવા હથિયારો હતા.જયારે હળવદના ઠાકર મંદિરે વિદ્યાર્થી સન્માન સમારંભની મીટીંગ ચાલતી હોય ત્યારે વિદ્યાર્થીઓ, પરિવારજનો અને ભરવાડ સમાજના આગેવાનો ઉપસ્થિત હતા. જે ગાડીઓ કતારબંધ નંબર અને નામ સાથે નીકળતા કુતુહલવશ લોકો ફક્ત જોવા માટે રોડ પર આવતા ગાડીઓમાંથી એકદમ આક્રમક હુમલો કરેલ અને સાવ નિર્દોષ એવા પરિવારના સદસ્યોના મોત થયા છે. જો ભરવાડ સમાજને ઝઘડો કરવો હોત તો પૂર્વ આયોજન કરને હથિયાર સાથે મીટીંગમાં બેઠા હોત. જેથી બેસણા માટે જતા લોકો હથિયાર સાથે તોફાન કરવાના ઈરાદે તેમજ સમસ્ત ભરવાડ સમાજમાં ભય ફેલાવવા માટે આ કૃત્ય કરેલ છે જે તે ક્ષત્રીય સમાજના વ્યક્તિનું મોત થયું તે દુખદ છે. આ કૃત્ય કરનાર પકડાયા નથી ત્યારે નિર્દોષ પર હુમલો કરીને આતંક ફેલાવી ભયભીત કરી ભરવાડ સમાજની એકતાને વેરવિખેર કરવાનો નિંદનીય પ્રયાસ કરેલ છે ત્યારે રાજ્ય સરકારના ગૃહ પ્રધાનનું રાજીનામું આપવાની માંગ કરવામાં આવી છે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે જો આ મુદે વહેલી તકે હત્યા કરનાર આરોપીને પકડવામાં આવે જો કઈ પણ કાર્યવાહી નહિ કરાય તો ભરવાડ સમાજ દ્વારા મોરબી જીલ્લા બંધ નું એલાન આપશે,તમામ વાહન-વ્યવહાર બંધ કરવામાં આવશે,રેલીઓ કાઢવામાં આવશે અને પશુ સાથે કલેકટર કચેરીના ધેરાવ કરવા સુધીની ઉગ્ર ચીમકી ઉચ્ચારવામાં આવી છે.