Billboard ad 1150*250

બનાસકાંઠાના પૂરગ્રસ્ત લોકો માટે ભરતનગર ગામના ગ્રામજનોએ ૩૦૦૦ ફૂડ પેકેટનું વિતરણ કર્યું

0 408

બનાશકાંઠામાં કુદરતે અતિવૃષ્ટિથી વિરેલ વિનાશથી બેઘર અને લાચાર બનેલા પુરપીડીતોના દુ:ખમાં ભાગીદાર બની તેમના લાભાર્થ માટે ગામમાં ભરતનગર ગામના ગ્રામજનો દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

બનાસકાંઠાના પૂર અસરગ્રસ્તો માટે મોરબીવાસીઓ મદદ માટે આગળ આવી રહ્યા છે. મોરબીવાસીઓ અને દરેક સંસ્થા, શેરી, મ્હોલ્લ્લા, વિસ્તાર અને દરેક ગામો યથા યોગ્ય મદદ કરી રહ્યા છે. અને મોરબીથી હજારો લાખોની સંખ્યામાં પૂર અસરગ્રસ્તોમાંટે ફૂડપેકેટ મોકલવામાં આવી રહ્યાં છે. ત્યારે મોરબીના ભરતનગર ગામના ગ્રામજનો દ્વારા બનાસકાંઠા અને તેની આસપાસના પૂરગ્રસ્ત વિસ્તારો માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને ગઈકાલે ૩૦૦૦ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.તેમજ ભરતનગર ગામના લોકો દ્વારા ફૂડ પેકેટ બનાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat