



પોલીસ પાસેથી મળતી વિગત મુજબ મોરબીના ભડિયાદ ગામે રહેતા મહેશ દેવજી ભોયા રાજુ પટેલના ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવિંગનું કામ કરતો હતો.જે-તે સમયે તેણે શેઠ પાસેથી ૩૫૦૦૦ રૂપિયા ઉધાર લીધા હતા,જે પૈકી દસ હજાર પરત કર્યા અને પચ્ચીસ હજાર દેવાના બાકી હતા.યુવકે નોકરી છોડી દીધી હતી અને નીકળતી રકમ કઢાવવા માટે રાજુભાઈએ મહેશને ફોન કરી ધમકીઓ આપી હતી.તેમજ નાણા પરત ન આપતા રાજુએ મહેશના ધરે માણસો મોકલ્યા હતા અને વારંવાર ફોન પર ધમકીઓ આપ્યા બાદ ઘરે માણસો આવતા મહેશે પોતાના ઘરે અગ્નિસ્નાન કરી લીધું હતું.આ મામલે તેના ભાઈ હિતેશએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ ચલાવી છે.

