મોરબીના બેલા ગામે બઘડાટી, સામસામી ફરિયાદ નોંધાઈ

મોરબીના બેલા ગામે ચેકડેમમાંથી પાણી લેવાની ના પાડવા બાબતે બોલાચાલી બાદ મારામારી થવા પામી હતી જેમાં બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ ચલાવી છે.
મોરબીના બેલા ગામના રહેવાસી મંજુબેન ઉર્ફે મયદાબેન ભૂપતાભાઈ કુંભારવાડિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓને ચેકડેમમાંથી પાણી લેવાની ના કહેતા આરોપી શાંતિલાલ ચકુભાઈ ખોડા અને ચંદ્રિકાબેન શાંતિલાલ ખોડા રહે. બંને બેલાવાળાએ તેને ઢીકા પાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે જયારે સામાપક્ષે ફરિયાદી શાંતિલાલ ચકુભાઈ ખોડા (પટેલ) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભૂપતભાઈ મામૈયાભાઈ, ભુપતભાઈના પત્ની, ભરતભાઈ મામૈયાભાઈ અને રમેશ માંમૈયાભાઈ રહે. બધા બેલાવાળાએ ચેકડેમમાંથી પાણી દેવાની ના પાડતા બોલાચાલી થતા મારમારી કરીને ધોકો હાથમાં રાખી ગાળો આપીને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. તાલુકા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat