મોરબીના બેલા-ભરતનગર રોડનું ખાર્ત મૂહર્ત કરાયું

આજ રોજ સવારે 10 વાગે મોરબી જિલ્લા પંચાયત દવારા બેલા ગામ થી ભરતનગર (ખોખરા હનુમાનજી) વાળા રસ્તા નુ ખાત મુર્હત કરવામા આવ્યું.આ રસ્તા થી મોરબી સીરામીક ઉધોગ તેમજ ખેડૂતો માટે ખુબ જ સારા સમાચાર છે કારણ કે અત્યારે આ રોડ ઉપર ઘણા સીરામીક ના કારખાનાઓ આવેલ છે જેથી હવે વાહન વ્યવહાર ખુબ જ સરળતાથી થઈ શકશે. આ કાર્ય થી લોકોમા ઘણો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયત ના પ્રમુખ સોનલ બહેન જાકાસણીયા,વાકાનેરના ધારાસભ્ય જાવેદ પીરજાદા,કારોબારી સમીતી ના ચેરમેન કીશોરભાઈ ચીખલીયા,રેખાબેનએરવાડીયા, કોંગ્રેસ અગ્રણી ઘનશ્યામ જાકાસણીયા, જિલ્લા પ્રમુખ બ્રિજેશ ,મેરજા,બેચરભાઈ હોથી,જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા,જનતીભાઇ જેરાજ,પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેસભાઈ ગામી,મોરબી શહેર પ્રમુખ રાજુભાઈ કાવર,,અમુભાઈ હુંબલ, મોરબી જિલ્લા ની સમગ્ર આઈ ટી સેલ ની ટીમ, તેમજ તમામ નાના મોટા પક્ષ ના હોદેદારો હાજર રહ્યાં .

 

Comments
Loading...
WhatsApp chat