ભાવપર ગામે વિદ્યાર્થીઓએ બસ રોકી વિરોધ દર્શાવ્યો

મોરબી ડેપોની ગ્રામ્ય રૂટની બસોની અનિયમિતતા, બસો સમયસર ના પહોંચવાથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં નુકશાની સહન કરવી પડતી હોય છે. અનેક રજુઆતો છતાં એસટી ડેપોના નીમ્ભર વલણથી ગ્રામ્ય પંથકના વિદ્યાર્થીઓની ધીરજ ખૂટી જતી જોવા મળે છે માળિયાના ભાવપરમાં પણ બસો સમયસર જતી ના હોવાથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ આજે એસટી બસ રોકી વિરોધ દર્શાવ્યો હતો. ભાવપર ગામે જતી બસનો સમય સવારે ૦૮ : ૧૫ કલાકનો છે જે બસ આજે પોણા દસ વાગ્યે પહોંચી હતી જેથી વિદ્યાર્થીઓ સમયસર શાળાએ પહોંચી સકતા નથી તેમજ નજીકના સરવડ ગામના વિદ્યાર્થીઓ પણ ભાવપરની આ બસમાં અપડાઉન કરતા હોય છે જે બસ અવારનવાર મોડી પડતી હોવાથી આજે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. તેમજ તંત્રની ખાતરી બાદ મામલો થાળે પડ્યો હતો.

 

 

 

Comments
Loading...
WhatsApp chat