



મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવું લાગી રહ્યું છે અવારનવાર મારામારી,હત્યા,ચોરીના બનાવો બને છે છતા પણ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી.મોરબી નજીક બરવાળા ગામમાં ગઈકાલ રાત્રીના હનુમાનજી મંદિરમાં તસ્કરો ત્રાટકીયા હતા અને રૂપિયા ભરેલી પેટી,હનુમાનજીનો સોનાનો હાર મળીને મંદિર માંથી કુલ ૭૫૦૦૦નો મુદમાલ ચોરી ગયાનું જાણવા મળ્યું છે.

