Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી બાર એસોના હોદેદારોની તા. ૨૧ ના રોજ ચુંટણી યોજાશે

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સુચના મુજબ યોજાશે ચુંટણી

રાજ્યના તમામ બાર એસોમાં તા. ૨૧-૧૨ ના રોજ ચુંટણી યોજાનાર છે જેમાં મોરબી બાર એસોની ચુંટણી યોજાશે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ગાઈડલાઈન અને સુચના મુજબ આ ચુંટણી યોજવામાં આવશે

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અખબારી યાદીમાં જણાવ્યું છે કે તા. ૨૧-૧૨ ના રોજ એસોની શિષ્ટબદ્ધ ચુંટણી પ્રક્રિયા પૂરી પાડવા માટે એડ્વોકેટ્સ એક્ટ ૧૯૬૧ ની કલમ ૯ (ડીડી) હેઠળ સોપયેલી સત્તાઓ હેઠળ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા બાર એસો ઓફ ગુજરાત રૂલ્સ ૨૦૧૫ ઘડવામાં આવેલ અને આ રૂલ્સને તા. ૦૧-૦૪-૨૦૧૭ ના રોજથી અમલ કરવામાં આવેલ છે બાર એસો ઓફ ગુજરાત રૂલ્સ ૨૦૧૫ મુજબ તા. ૩૦-૦૯-૧૮ ના રોજ સાધારણ સભામાં સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલ છે

જેમાં ૨૦૧૮ ની બાર એસો ચુંટણીમાં તા. ૩૧-૧૦-૧૮ સુધીમાં જે ધારાશાસ્ત્રીઓએ પોતાના બાર એસોમાં વન બાર વન વોટના ફોર્મ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને મોકલ્યા છે તેમને જ તા. ૨૧-૧૨ ના રોજ ચુંટણીમાં માત્દન કરવાનો અધિકાર રહેશે બાર એસોની ચુંટણીમાં કોઈપણ ધારાશાસ્ત્રી એક કરતા વધારે બાર એસોમાં મતદાન કર્યાનું માલૂમ પડશે તો ધારાશાસ્ત્રી સામે એડ્વોકેટ્સ એકટની કલમ ૩૫ મુજબ શિષ્ટભંગની કાર્યવાહી થશે અને બાર એસો ચુંટણીમાં કોઈપણ પ્રકારની ગેરવર્તણુક કરનાર સામે શિષ્ટભંગની કાર્યવાહી કરાશે

Comments
Loading...
WhatsApp chat