


મોરબી જીલ્લા એસપીની બદલી થતા મોરબી જીલ્લા એસપી તરીકે ચાર્જ સંભાળનાર ડો. કરનરાજ વાઘેલાની શહેરના અગ્રણીઓ મુલાકાત લઈ રહ્યા છે જેમાં આજે મોરબી બાર એસોના હોદેદારોએ એસપીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
મોરબી બાર એસોના પ્રમુખ જીતુભા જાડેજા, સેક્રેટરી મનીષભાઈ જોષી સહિતના હોદેદારો આજે જીલ્લા એસપીની શુભેચ્છા મુલાકાત લીધી હતી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાની મુલાકાત કરીને તેમણે શુભકામનાઓ પાઠવી હતી મોરબી જીલ્લા એસપી તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ ડો. કરનરાજ વાઘેલા એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે તો જીલ્લાની પોલીસે કામગીરીનો ધમધમાટ શરુ કરી દીધો છે ત્યારે શહેર અને જીલ્લાના અગ્રણીઓ તેમણે શુભકામનાઓ પાઠવી રહ્યા છે