Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીનું બાપા સીતારામ યૂવક મંડળ બનાસકાંઠાનાં પૂર પીડિતોની વ્હારે

મોરબીમાં સામા કાંઠે શિવમ પાર્ક-બેમાં રહેતા રહેવાસીઓ અને મોરબીનાં યુવાનો દ્વારા રચાયેલ બાપા સીતારામ યુવક મંડળે રાતોરાત ગુંદી-ગાંઠીયાનાં ૩૫૦૦થી વધુ પેકેટ, ૩૦૦૦થી વધુ બિસ્કિટ, વેફર સહિતનાં સુકા નાસ્તાનાં પેકેટ, ધાબળા, સાલ, અનાજ-કપડા સહિતની જીવનજરૂરિયાતની બીજી ચીજવસ્તુઓ સહિતની સામગ્રીનું એક મેટાડોર ભરીને યુવાનો છેક બનાસકાંઠાનાં અંતરિયાળ ગામડામાં પહોંચ્યાં હતાં.

બનાસકાંઠાનાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત બાદ બાપા સીતારામ યુવક મંડળનાં યુવાનોએ જણાવ્યું હતુંકે બનાસકાંઠા વિસ્તારનાં અંતરિયાળ ગામડામાં અમે પહોંચ્યાં તો ત્યાં કળ સમાણા પાણી હતાં અને લોકલ ખેડૂતોની મદદ લઈને અમે બધો સામે ટ્રેકટરમાં નાખીને છેક ૧૦ કિલોમિટર કેળ સમાણા પાણીમાં પસાર થઈને સામે છેડે પહોંચ્યાં હતાં, જ્યાં સરકાર કે બીજી કોઈ સંસ્થાઓઓ પણ સામગ્રી પહોંચાડી નહોંતી ત્યાં ફુડ પેકેટ અને બીજી જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ જોઈને બાળકો અને મોટેરાઓનાં ચહેરા ઉપર રોનક પ્રસરી હતી.

બાપા સિતારામ યુવક મંડળ જ્યારે જ્યારે ગરીબો, જરૂરિયાત મંદને દવા કે પૂરગ્રસ્ત વિસ્તારમાં મદદની જરૂર હોય ત્યારે સેવા આપવા આતુર હોય છે. આ સેવા માટે ખાસ શિવમ પાર્ક-૨નાં રહેવાસીઓનો પણ બાપા સીતારામ યુવક  મંડળે આભાર માન્યો હતો.

 

Comments
Loading...
WhatsApp chat