



આજે સરકારી બેન્કોએ દેશવ્યાપી હડતાલનું એલાન કર્યું હતું. ત્યારે મોરબી જીલ્લાની ૨૧ બેંકની ૪૮ શાખાના કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા. બેંક કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરીને પોતાની માંગો સંતોષવા જણાવ્યું હતું. ઓદ્યોગિક નગરી મોરબીમાં આજે બેંક હડતાલથી કરોડોના વ્યવહારો ખોરવાયા હતા જોકે સહકારી અને ખાનગી બેંકો ચાલુ રહેતા ગ્રાહકોને થોડેઘણે અંશે રાહત મળી હતી.

