મોરબીના બંધુનગર પાસે પ્રદુષણ યથાવત,તંત્રની કામગીરી સામે સવાલો

મોરબીના બંધુનગર ગામ પાસે થોડા દિવસો પેહલા સીરામીક કંપનીઓ દ્વારા જાહેરમાં કોલગેસ નું પ્રદુષિત પાણી છોડાયું હતું. આ બાબતે બંધુનગર ગ્રામ પંચાયત દ્વારા લેખિતમાં કલેક્ટર અને પોલ્યુશન બોર્ડને ફરિયાદ પણ કરવામાં આવી હતી. પરંતુ આજે ફરીથી બંધુનગર પાસે સીરામીકની કંપનીઓ દ્વારા જાહેરમાં ખુલ્લા માં કોલગેસ નું પ્રદુષિત પાણી છોડવામાં આવ્યું છે. સીરામીક કંપનીઓની આ આરોગ્યને હાનિકારક પ્રવૃત્તિથી ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. ત્યારે આ મામલે તંત્રની સાથે સીરામીક એસોશિયેશન પણ આગળ આવી  બેજવાબદાર કંપની સામે પગલાં ભારે તેવી માંગ ઉઠી રહી છે.

 

Comments
Loading...
WhatsApp chat