Billboard ad 1150*250 Billboard ad 1150*250

“મા તું મને કામમાં કેમ ટોક ટોક કરે છે” પછી કિશોરીએ ક્યુ પગલું ભર્યું?

માવતરના બોલ માઠા લાગતા મોરબીની કિશોરી રીક્ષા પકડી ચાલી નીકળી હતી. બેલા ગામ નજીક પહોંચતા ગામડાના બહેનોએ કિશોરીને પૂછ્યું હતું કે, બેટા શુ થયું? ત્યારે કિશોરીએ કહ્યું કે, મા મને કામની બાબતમાં ટોક ટોક કરે છે, આજે વધારે ગુસ્સો કર્યો છે. જેથી ઘર છોડીને નીકળી છુ. કિશોરીના પ્રશ્નના સમાધાનમાં બહેનોએ 181 મહિલા હેલ્પલાઇનમાં શિલ્પાબેનનો સંપર્ક સાધ્યો હતો. જેની સાથે બાળ સુરક્ષા એકમના રંજનબેન મકવાણા, તાલુકા પોલીસ સ્ટેશનના જમાદાર બેલીમ અને સ્ટાફે બેલા ગામે કામ કરતા કિશોરીના ભાઈ, માતાને સહી સલામત સોંપી કાળજી રાખવા કીધું હતું. પોલીસ સ્ટાફે ચાલુ વરસાદમાં તેના વાલીને સોંપી દેતા પ્રશ્શનિય કામગીરી કરી હતી.

Comments
Loading...
WhatsApp chat