Billboard ad 1150*250

ડેમ તૂટ્યાંની અફવાથી મોરબીમાં બજારો ટપો-ટપો બંધ થઇ

અફવાથી દુર રહેવા લોકોને અપીલ

0 736
Post ad 1

મોરબી પંથકમાં આજે મચ્છુ ડેમ તૂટ્યાના સમાચારો વાયુવેગે સોશ્યલ મીડિયા અને બાદમાં શહેરમાં પ્રસરી જતા દરેક સ્થળે ભાગદોડ મચી ગઈ હતી. અફવાને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારના લોકોમાં ભાગદોડ મચી હતી જે શહેરના મુખ્યમાર્ગો સુધી પોતાના વાહનો કે પગપાળા જવા લાગ્યા હતા જોકે મોરબીનો ડેમ તુટ્યો નથી.જીલ્લા કલેકટરએ દરેક નાગરિકોને અફવાથી દુર રહેવા તેમજ અફવા ના ફેલાવવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે.જોકે ઉલ્લેખનીય છે કે અફવાને પગેલ મોરબી શહેરમાં સન્નાટો જોવા મળ્યો છે અને બધા પોતાના ધંધા બંધ કરીને ભાગ દોડ કરી રહ્યા છે.જેને  પગલે બસ સ્ટેન્ડમાં લોકોની ભીડ જોવા મળી છે.તેથી લોકોને અપીલ કરવામાં આવે છે કે અફવા પર ધ્યાન ન આપવું.

 

Post ad 3

 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat