મોરબીમાં તા. ૧૦ થી ૧૫ જુલાઈ સુધી બાળફિલ્મ મહોત્સવ યોજાશે.

આજ રોજ મોરબી કલેકટરએ પ્રેસ કોનફ્રંશ યોજી તા. ૧૦થી ૧૫ જુલાઈ દરમિયાન મોરબી શહેરમાં બાળફિલ્મ મહોત્સવના આયોજનની જાહેરાત કરી હતી.આ બાળફિલ્મ મહોત્સવ દરમિયાન મોરબીનાં ત્રણ સિનેમા ગૃહો ચિત્રકૂટ સિનેમા, વિજય સિનેમા અને સુપર સિનેમામાં સવારે ૯.૩૦ વાગ્યે બાલ ફિલ્મ દર્શાવાશે. જેમાં તા. ૧૦નાં રોજ આઈ એમ કલામ, તા. ૧૧નાં રોજ સેન્ટન્લી કાં ડબ્બા, તા. ૧૨નાં રોજ ફરારી કી સવારી, તા. ૧૩નાં રોજ જલપરી ધ ડેસર્ટ મેરીમેઇડ, તા. ૧૪નાં રોજ હવા હવાઈ અને તા. ૧૫નાં રોજ મિશન મમ્મી ફિલ્મ દર્શાવાશે. આ બાળફિલ્મ મહોત્સવ દરમિયાન સરકારી શાળાઓનાં આશરે દસ હજાર બાળકોને ફિલ્મ જોવા લઈ જવાશે. તેમજ ફિલ્મ દરમિયાન નાસ્તો પણ આપવામાં આવશે તેવું કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું છે

 

Comments
Loading...
WhatsApp chat