મોરબી બી ડિવિઝન પોલીસે દેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપયો

મોરબી પંથકમાં દેશી વિદેશી દારૂની રેલમછેલ જોવા મળે છે ત્યારે નવરાત્રિ ના તહેવારોમાં પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે અને આજે સો ઓરડી વિસ્તારમાંથી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોટરસાયકલમાં દેશી દારૂની હેરાફેરી કરતા ઇસમને ઝડપી લીધો છે

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમીયાન સો ઓરડી વિસ્તારના રામાપીર મંદિર નજીકથી મોટરસાયકલમાં દેશી દારૂ ભરીને નીકળેલા દિલીપભાઈ રાજેશભાઇ જાનીને ઝડપી લીધો હતો.તેમજ ઝાડપાયેલો આરોપીએ દેશી દારૂ હારુન નિઝમભાઈ ભટ્ટી અને નિઝામ હૈદરભાઈ જેડાનો હોવાની કબૂલાત આપતા બંને આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસે ૫૧૦ લીટર દારૂ કિ.૧૦૨૦૦, મોબાઈલ ફોન કિ.૧૦૦૦ તથા હોન્ડા મોટરસાયકલ કિ. ૨૫૦૦૦ મળી રૂ.૩૬,૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

Comments
Loading...
WhatsApp chat