મોરબી બી ડીવીઝન પોલીસે જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને ઝડપી લીધા

મોરબીમાં શ્રાવણીયા જુગારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ પણ દરોડા કરીને પત્તાપ્રેમીઓને કાયદાનું ભાન કરાવી રહી છે જેમાં વિસીપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે

વિસીપરા વિસ્તારમાં અમરેલી રોડ નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે જુગાર રમતા લક્ષ્મણભાઈ પ્રેમજીભાઈ મુછડીયા, કિશોરભાઈ વાલજીભાઈ પરમાર, દિનેશભાઈ ટપુભાઈ સોલંકી, બાબુભાઈ જીવાભાઈ રાઠોડ, વાઘજીભાઈ નરશીભાઈ ભંખોડીયા, મનસુખભાઈ લક્ષ્મણભાઈ બાબરિયા અને રતિલાલભાઈ ગોવિંદ ભાઈ મુછડીયા એમ સાત પત્તાપ્રેમીઓને ઝડપી લઈને ૬૨૫૦ રૂ. ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat