ત્રાજપર ચોકડી પાસેથી ૧૩ બોટલ દારૂ સાથે ૨ ઝડપાયા

મોરબી બી.ડીવીઝન પોલીસને ખાનગી બાતમીના આધારે ત્રાજપર ચોકડી પાસેથી જીજે ૩ એચકયુ ૧૧૪૩ નં.ના બાઇક નીકળતા તેમાં સવાર દિપક શિવરામ વરાણીયા કોળી અને સંજય મનુ કોળી રહે. ત્રાજપર ખારી પસાર થઇ રહ્યા હતા ત્યારે પોલીસે રોકી તપાસ કરતા આરોપી પાસેથી ૧૩ બોટલ ઇંગ્લીશ દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂ. ૩૯૦૦નો દારૂ અને રૂ. ૩પ હજારનું બાઇક મળી કુલ રૂ. ૩૮,૯૦૦ના મુદ્દામાલ સાથે બંનેની ધરપકડ કરી ધોરણસરની  કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat