મોરબી બી-ડીવીઝન પોલીસે બે સ્થળે દરોડા પાડી આઠ શકુનિઓને ઝડપ્યા

મોરબી જિલ્લામાં પોલીસ દારૂ જુગારની બદી સદંતર નાબૂદ કરવા સક્રિય બની છે, ગતરાત્રીના બી ડિવિઝન પોલીસે ત્રાજપર ખારીમાં જુગારના બે દરોડા પાડી ૮ પતાપ્રેમીઓને ઝડપી રૂપિયા ૬૦,૬૫૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા

જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાની સુચનાથી તેમજ ડીવાયએસપી બનો જોષી અને બી ડીવીઝન પીઆઇ આર.કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એ.બી. જાડેજાએ સર્વેલન્સ સ્ટાફના માણસોને દારૂ તથા જુગારના કેશો શોધી કાઢવા સુચના આપતા હોય જે અન્વયે પો.હેડ. કોન્સ.પી.એમ.પરમાર, જે.કે.ઝાલા, ક્રિપાલસીંહ વી.ચાવડા,પો.કોન્સ. અંબાપ્રતાપસીંહ પી.જાડેજા, ભરતભાઇ એસ. હુંબલ, મહાવિરસિંહ પરમાર, વનરાજભાઇ એમ.ચાવડા તથા રાજેશભાઇ ડાંગર સહિતની ટીમ પ્રોહી. જુગાર અંગે પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન ત્રાજપર ઝાંપા પાસે આવતા ચિરાગભાઇ રણજીતભાઇ સનુરા ઉવ ૨૦ રહે ત્રાજપરખારી રામજી મંદિર વાળી શેરી મોરબી, રામજીભાઇ સવશીભાઇ સનુરા ઉવ ૧૮ ધંધો મજુરી રહે ત્રાજપર ઓરીએન્ટલબેન્ક વાળી શેરી મોરબી-ર, અજય અવચરભાઇ સનુરા, મથુરભાઇ રમેંશભાઇ ધરોડીયા, ઉવ ૨૪ મોરબી-ર વાળાઓને ગંજીપતાના પાના પૈસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂ. ૪૧૧૫૦ કબ્જે કરી તમામ સામે ગુનો દાખલ કરાયો હતો

જ્યારે બીજા દરોડામાં ત્રાજપર ઝાંપા પાસેથી સુરેશભાઇ દેવકરણભાઇ બારૈયા,રે. ત્રાજખારી રામજી મંદિર બાજુમા મોરબી, મહેશભાઇ લાભુભાઇ ઉ. ૩૨,રે ત્રાજપર માતાજી મંદિર પાસે મોરબી, રવીભાઇ પરસોતમભાઇ માનેવાડીયા, ઉ.૧૯, રે. ત્રાજપર ઝાપાવાળી શેરી મોરબી અને જયંતીભાઇ પ્રભુભાઇ સનુરા ઉવ ૨૬, રે. એસ્સાર પંપ સામે મોરબી વાળાઓને ગોળ કુંડાળુ વળી ગંજીપતાના પાના પૈસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડા ફા.૧૯,૫૦૦ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ હતી.

આમ બી-ડીવીઝન પોલીસે જુદા જુદા બે દરોડા પાડી ને આઠ પતા પ્રેમીઓને રૂપિયા ૬૦,૬૫૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા

Comments
Loading...
WhatsApp chat