Billboard ad 1150*250

મોરબી : ગાંધી સંકલ્પ યાત્રામાં સફાઈ અને પ્લાસ્ટિક મુક્તિ અંગે જાગૃતિ, Video

0 64
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

સાંસદ સાથે ભાજપના આગેવાનો પણ રહ્યા ઉપસ્થિત

Post ad 2

        મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભાજપના સાંસદો દ્વારા પોતાના મત વિસ્તારોમાં ગાંધી સંકલ્પ યાત્રા યોજીને ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા આજથી ગાંધી સંકલ્પ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો

મોરબી નજીકના શકત શનાળા ગામના શક્તિ માતાજીના મંદિરે દર્શન કરીને સાંસદ મોહનભાઈ કુંડારિયાએ ગાંધી સંકલ્પ યાત્રા શરુ કરી હતી જે યાત્રા આજે મોરબીના નાની વાવડી ગામ તેમજ વાડી વિસ્તારમાં ફરી હતી સંકલ્પ યાત્રામાં સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્તિ અંગે જનજાગૃતિ જેવા વિષયો પર ભાર મુકવામાં આવ્યો હતો દરેક સાંસદ ૧૫૦ કિમી પ્રવાસ પોતાના કાર્યક્ષેત્રમાં કરવાના છે

જેમાં આજે મોહનભાઈ કુંડારિયાએ ૧૫ કિમી પ્રવાસ કર્યો હતો આ પ્રસંગે તેમની સાથે પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, ચંદુભાઈ હુંબલ, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાંસદડીયા, યુવા ભાજપના રવિ સનાવડા, સહિતના ભાજપ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat