મોરબી: શહેરના રસ્તાઓ ઊંડા ખોદી નવેસરથી બનાવવા જાગૃત નાગરિકનો કલેટકટર અને મંત્રી મેરજાને રજૂઆત

મોરબી શહેરના રસ્તાઓ ઊંડા ખોદી નવેસરથી બનાવવા બાબતે જાગૃત નાગરિક પોપટલાલ પી. સત્યદેવે કલેટકટર જે.બી પટેલ અને મંત્રી બ્રિજેશ મેરજાને લેખિતમાં રજૂઆત કરી હતી.

જેમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબી શહેરમાં જયારે પણ રસ્તા બન્યા છે, ત્યારે દુકાનો કે ઘરની ઊંચાઈ ધ્યાને લઈને નથી બનાવવામાં આવ્યા એ હકીકત છે. એક સમયે મોરબી શહેરના ઘરો અને દુકાનો રસ્તાથી દોઢ થી બે ફૂટ ઉંચા હતા. સમયાંતરે રીપેરીંગ થતા રસ્તાઓ ખોદીને નહી બનાવવાના કારણે આજે એવી ગંભીર પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે દુકાનો અને ઘરો રસ્તાથી નીચે આવી ગયા છે પરિણામે વરસાદના પાણી તથા કચરો ગંદા પાણી તથા ગંદકી સહેલાયથી ઘરમાં અને દુકાનોમાં ગરી જાય છે.

હવે પછી સિમેન્ટ રોડ કે ડામર રોડ કે મોજેક ટાઈલ્સથી નવા રસ્તાઓ જુના રસ્તાઓ પર થર ચડાવી ના બનાવવામાં આવે તેની ગંભીરતાથી કાળજી લેવા સમયની માંગ છે. નહિતર ભવિષ્યમાં મોરબી શહેરને પાડીને નવેસરથી બનાવવાનો સમય આવશે, તે નક્કી છે. રસ્તા બનાવવાના કોન્ટ્રાક્ટરોની સગવડતા ધ્યાને લેતા પેહલા થોડા મામુલી ખર્ચામાં રસ્તાઓ ખોદી નીચે બનાવવામાં આવેતો મોરબીની જનતા પર મોટો ઉપકાર થયો ગણાશે.

મોરબી શહેરમાં રોડ રસ્તાના નીયમો વિરુધ્ધ આડેધડ સ્પીડ બ્રેકરો થોડા થોડા અંતરે જોવા મળે છે. આવા મોતના પૈગામ જેવા સ્પીડ બ્રેકરોને કારણે એક્સીડનટો થાય છે, અને વાહનોમાં પણ ભારે વેરંટેજ આવે છે, અને પેટ્રોલ ડીઝલ ઓઇલની ભયંકર બરબાદી થાય છે.

મોરબી શહેર ભારતમાં સરકારને હુંડીયામણ કમાઈ આપતું પ્રથમ નંબરનું શહેર છે. આ શહેરના રસ્તાઓ નિયમ મુજબ બને તે માટે ગુજરાત તથા ભારત સરકારે યોગ્ય મદદ કરવી જોઈએ. મોરબી શહેરને પેરીસ બનાવવામાં વચન સાથે ચૂટાયેલ ભારતીય જનતા પાર્ટીના નગર સેવકોએ પોતાના વોર્ડમાં બનતા રસ્તાઓ અંગે ઉપરોક્ત બાબતની કાળજી લેવા નમ્ર અનુરોધ છે. મોરબીની જનતાએ પણ આ ગંભીર મુદાને ધ્યાને લઈ જરૂર પડે ત્યાં કામો અટકાવી દઈ સહકાર આપવા નમ્ર અપીલ છે.

Comments
Loading...
WhatsApp chat