Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના જાગૃત નાગરિકોએ વડાપ્રધાન પાસે નોટબંધી અને ભ્રષ્ટાચાર મુદે ખુલાસો માંગ્યો

મોરબીના જાગૃત નાગરિક નિર્મિત કક્કડ અને ચિરાગ વોરાએ પીએમને જણાવ્યું છે કે  વિરોધ પક્ષ જોરશોરથી નોટબંધીની નિષ્ફળતા માટે પ્રચાર કરે છે ત્યારે આ અંગે કેટલાક સવાલો ઉઠાવ્યા છે જેમાં નોટબંધીના ભાષણમાં આઠ વખત કળા નાણા અને ભ્રષ્ટાચાર સામેની લડાઈ હોવાનું જણાવ્યું હતું તો કેટલું કાળું નાણું ઝડપાયું અને કેટલો ભ્રષ્ટાચાર અટકયો, નોટબંધીથી આતંકવાદની કમર તૂટશે તો શું નોટબંધી બાદ આતંકી હુમલાઓ ઘટ્યા છે. નોટબંધી બાદ કેટલા જવાનો શહીદ થયા. આરબીઆઈના રીપોર્ટ મુજબ ૧૬૦૦૦ કરોડની જૂની નોટો પરત આવી નથી જે કુલ ચલણના એક ટકા છે જયારે નવી નોટો છાપવાનો ખર્ચ ૨૧૦૦૦ કરોડ થયો છે. કોંગ્રેસે ૬૦ વર્ષ દેશને લૂટ્યો છે તેવો ઉલ્લેખ ભાષણમાં કરો છો ત્યારે શું માત્ર ૧૬૦૦૦ કરોડનું જ કાળું નાણું દેશમાં હતું. એપ્રિલ જુન ૨૦૧૬ નો વિકાસ દર ૭.૯ ટકા હતો જે ઘટીને એપ્રિલથી જુન ૨૦૧૭ માં ૫.૭ ટકા નોંધાયો શા માટે વગેરે સવાલો આજની યુવા પેઢીને સતાવી રહ્યા છે તો આપના મન કી બાત કાર્યક્રમમાં યુવાનો અને નાગરિકોને સતાવતા આ સવાલોના ખુલાસા કરશો જેથી દેશની જનતાનો વિશ્વાસ જળવાય રહે

 

Comments
Loading...
WhatsApp chat