મોરબીની અવધ સોસાયટીના લોકોએ અસરગ્રસ્તોને મદદ પહોચાડી

મોરબીમાં ભારે વરસાદ તથા ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે મચ્છુ નદીમાં ધોડાપુર આવતા માળિયા અને આસપાસના ગામોમાં ભારે તારાજી સર્જી હતી.જેને પગલે તે વિસ્તારમાં લોકોના ઘર પાણીમાં ગરકાવ થયા હતા અને લોકોની ઘર વખરી સહિતની ચીજ વસ્તુઓ નાશ પામી છે તો આવા અસરગ્રસ્ત લોકોને મદદ કરવા સામાજિક સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો આગળ આવ્યા છે.જેમાં મોરબીની અવધ સોસાયટીના પ્રમુખ અશોકભાઈ કાંજીયા,મોરબી જિ.પ્રા.શિ.સંઘના પ્રમુખ મણિલાલ વી.સરડવા,બ્લુજોન સિરામિક પ્રા.લી.મનોજભાઈ એરવાડીયા,સેફ્રોનવાલા જયસુખભાઈ દેસાઈ,ભુપતભાઈ પાંચચોટીયા,ગજાનનભાઈ આદ્રૉજ। અને બિપિન ભાઈએ ફતેપર અને ખીરઇ ગામમા જઈને પૂરગ્રસ્ત લોકોને  ખાવાની વસ્તુ અને સૂકો નાસ્તો ડેપ્યુટી કલેક્ટર દમયન્તીબેન ની સૂચન। મુજબ અસરગ્રસ્ત વિસ્તારમાં જઈને  200 કુટુમ્બ ને મદદ કરી હતી. આ સમગ્ર સરાનીય કામગીરીની જહેમત અવચરભાઈ,કિરીટ ભાઈ અને અવધ -4સોસાયટી ઉઠાવી હતી..

Comments
Loading...
WhatsApp chat