Billboard ad 1150*250

મોરબી : પોલીસ જવાનને ચાલુ ફરજે એટેક આવ્યો : પી.એસ.આઇ પર માનસિક ત્રાસના આક્ષેપ

0 313
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીના મહિલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને ચાલુ ફરજ દરમિયાન હ્રદય રોગનો હુમલો આવતા તેમને સરવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમણે એ ડિવિઝન પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, તેમના ઉપરી અધિકારી મહિલા પી.એસ.આઇના ત્રાસના કારણે સતત માનસિક તણાવ રહેતું હોવાથી તેમને આ હ્રદય રોગોનો હુમલો આવ્યો આક્ષેપ કર્યો હતો.આ અગે પોલીસે નિવદેન નોધી વધુ તપાસ શરુ કરી છે  

Post ad 2

આ બનાવની મળતી વિગતો મુજબ  મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વસંતભાઈ રાજુભાઇ વાઘેરએ સિવિલ હોસ્પિટલના હ્રદય રોગના હુમલા બાદ દાખલ કરવામાં આવ્યા હતા જેમાં ચાલુ ફરજે હુમલો આવતા એ ડિવિઝન પોલીસ તેનું નિવેદન લેવા આવી હતી તેઓ છેલ્લા પાંચ મહિનાથી મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ફરજ દરમિયાન આ મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઇ એ.વી.ગોંડલીયાની જોહુકમી મુજબ જે તે અરજીઓ જમાદાર પાસે તપાસમાં આવતી હોય છે. જેથી બે દિવસ પેહલા તેમને એક અરજદાર મહિલા અવારનવાર એસિડ તથા ઝેરી દવા પીવાની અરજીઓ કરતી રહે છે. જેની અગાઉ તપાસ પો.સ.ઈ રાવલ તેમજ તેમના અને મહિલા પી.એસ.આઇ દ્વારા કરવામાં આવી હતી. જોકે આ અજરદાર મહિલા પોલીસ વિરુદ્ધ આક્ષેપ કરવાની ટેવ ધરાવતી હોય તેની વધુ એક અરજી આવતા આ હેડ કોન્સ્ટેબલ વસંતભાઈને તપાસ સોંપવામાં આવી હતી આથી તેમણે રજુઆત કરી હતી કે આ બાબતની તપાસ જે તે અધિકારી પાસે રાખવી જોઈએ પણ અધિકારીએ જોહુકમી ચલાવીને મરજી મુજબ કામ આપીશ તેવું કહ્યું હતું.

તેમ છતાં તે અરજી તેમણે સાંભળી લીધી હતી. ત્યારેબાદ ફરી આ પ્રકારની ગઈકાલે અરજી આવતા ઉપરી અધિકારીને આવી ધડ માથા વગરની અરજીઓ ન આપીને જમાદાર પર કામનું ભારણ ન નાખે તેવી રજુઆત કરી હતી. આથી ઉપરી અધિકારીએ તેમના વિરુદ્ધ ખોટી નોંધ કરીને સસ્પેન્ડ કરવાની ધમકી આપી હતી. તેથી તેમને અન્યો સાથે આ બાબતની તપાસમાં ધુંટું ગામે ગયા હતા પણ સ્ટેશન ડાયરીમાં તેમના વિરીદ્ધ ખોટી નોંધ થઈ હોવાથી અને મહિલા અધિકારીના કારણે સતત માનસિક ટેનશનમાં રહેતા હતા. આ માનસિક તણાવને કારણે તેઓ તપાસ કરી પરત આવતા હતા ત્યારે છાતીમાં ભારે દુખાવો ઉપડ્યો હતો. આથી તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં ડોકટરોએ તેમને એટેક આવ્યો હોવાનું નિદાન કર્યું હતું. આથી આ હેડ કોન્સ્ટેબલે પોતાની આ સ્થિતિ માટે મહિલા પી.એસ.આઇ ગોંડલીયાને જવાબદાર ગણાવતા મોરબી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ હતી અને પોલીસે નિવદેન નોધી આગળની કાર્યવાહ હાથ ધરી છે અને પોલીસ જવાનને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat