મોરબી એટીએમ ફ્રોડ કેસનો આરોપી તા. ૨૦ સુધીના પોલીસ રિમાન્ડ પર

મોરબી સહીત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે એટીએમ ફ્રોડ કરનાર બે ઈસમો ઝડપી લેવાયા બાદ મોરબી પોલીસે કબજો મેળવ્યો હતો અને સઘન પૂછપરછમાં વધુ એક આરોપીને ગાંધીનગરના માણસાથી દબોચી લઈને તેને કોર્ટમાં રજુ કરતા આરોપીના તા. ૨૦ સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે

મોરબીમાં ૪૩ લોકો સાથે એટીએમ ચીટીંગ કરીને ૨૪,૬૬,૧૦૦ રૂપિયાની ચીટીંગ કરવામાં આવી હોય અને છ માસમાં અનેક સ્થળોએ ગ્રાહકોને નિશાન બનાવનાર બે ભેજાબાજો જુનાગઢ પોલીસને હાથ ઝડપાયા બાદ મોરબી પોલીસે બંને આરોપીનો જેલમાંથી કબજો લીધો હતો અને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે અંગે વધુ તપાસ એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી અને તેની ટીમ ચલાવતા હોય સઘન પૂછપરછ દરમિયાન ત્રીજો આરોપી ગાંધીનગર જીલ્લાના માણસાનો રહેવાસી હોય જે માહિતીને પગલે એ ડીવીઝન પોલીસની ટીમ ગાંધીનગરના માણસા પહોંચી હતી અને આરોપી દીપ ઉર્ફે પોપટ સુરેશભાઈ પટેલ (ઉ.વ.૨૮) રહે માણસા વાળાને ઝડપી લીધો હતો અને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા આગામી તા. ૨૦ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યો છે

Comments
Loading...
WhatsApp chat