ટંકારના સંજનપરમાં આભ ફાટ્યું,મચ્છુ-2 ના 12 દરવાજા 3ફૂટ ખોલ્યા

ટંકારમાં વરસાદે કહેર વરસાવ્યો છે.મેઘરાજાએ મોરબી જિલ્લામાં માજા મૂકી છે લગભગ 6-7 દિવસથી મોરબી જિલ્લામાં અંધરાધાર વરસી રહ્યા છે જેને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.આજ રોજ ટંકારના સંજનપર ગામે આભ ફાટ્યું છે સંજનપર ગામમાં આજ સાંજે 1 કલાક માં 5 ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો છે.5 ઇંચ વરસાદ વરસતા આખું ગામ બેટ માં ફેરવાયું હતું અને પુલમાં ગાબડાં પડ્યા હતા.

મોરબી જિલ્લામાં અતિભારે વરસાદથી જિલ્લાના તમામ ડેમ ઓવરફ્લો થયા હતા અને ધીમી ગતિએ પાણી ની આવક ચાલુ હતી પરંતુ રાત્રીના ઉપર વાસ માં ભારે વરસાદ વરસતા ફરી ડેમો ઓવરફ્લો થયા છે.જેમાં મચ્છુ-1 ડેમ,મચ્છુ-2 ના 12 દરવાજા 3 ફૂટ. અને ડેમી-2 ના 6 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે.તેમજ તંત્ર પણ એલર્ટ મોડ પર છે.

 

 

 

 

Comments
Loading...
WhatsApp chat